નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ ગુજરાતી | Christmas Essay in Gujarati

નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ ગુજરાતી | Christmas Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં નાતાલ (ક્રિસમસ) વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Christmas Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ

અહીં ગુજરાતી નાતાલ (ક્રિસમસ) વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.

નાતાલ (ક્રિસમસ) વિશે ગુજરાતીમાં નિબંધ

  1. પ્રસ્તાવના
  2. ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર
  3. ક્રિસમસ ટ્રી
  4. નાતાલ તહેવારનું મહત્વ
  5. ઉપસંહાર
નાતાલ એક ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરૂ મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરૂ મહત્વ રહેલું છે આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે.

નાતાલનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. પરંતુ ખરેખર આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. ઈશા મશીહ ઉંચનીચના ભેદભાવોમાં માનતા ન હતા. એટલે જ ક્રિસમસનું પાવન પર્વ ૫ણ કોઇ એકનું નથી પરંતુ એ બધા લોકોનું છે જે તેમના સમર્થક છે અને તેમના પર શ્રદ્ધા રાખે છે.

આ તહેવારના કેટલાય દિવસો પહેલાથી જ લોકોમાં આનંદ અને ઉત્સાહ દેખાવા લાગે છે. ઘણા લોકો પોતાના ઘરોને પહેલાથી જ સજાવા લાગે છે. ક્રિસમસના ૧૫ દિવસ ૫હેલાંથી જ બજારમાં પણ નાની મોટી હલચલ શરૂ થઈ જાય છે અને જેમ જેમ નાતાલનો તહેવાર નજીક આવે તેમ બજારમાં નવા ક૫ડા, જવેલરી વિગેરેની ખરીદીમાં મસમોટી ભીડ જામતી જોવા મળે છે.

આ તહેવાર પર ક્રિસમસ ટ્રી ને સજાવવાનું વિશેષ મહત્વ છે. તેના પર તારાઓ, લાઇટ્સ, ફુલો, ફુગ્ગાઓ અને રમકડાં વગેરે દ્વારા શણગારવામાં આવે છે. યુરોપિયન દેશોમાં તો ક્રિસમસ ટ્રી ની સજાવટ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતમાં પણ પ્રવર્તમાન સમયમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે. પરિવારના બધા જ સભ્યો આ ક્રિસમસ ટ્રી ની ચારે તરફ એકત્રિત થાય છે અને બધા ભેગા મળીને ઈશુ ખ્રિસ્તની સ્તુતિ અને પ્રાર્થના કરે છે.

ક્રિસમસના અવસર પર ખ્રિસ્તી લોકો પોતાના ઘરોને ખુબ જ આકર્ષિત રીતે સજાવટ કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારના મીઠાઈ પકવાન વગેરે બનાવીને પડોશીઓને ભેટ કરે છે. સાંતાક્લોઝ એ બાળકોના મિત્રનું પ્રતિક છે. બાળકો માટે સાંતાકલોઝ કોઈને કોઈ ભેટ અવશ્ય લાવે છે કારણ કે ઇસા મસીહ સ્વયં બાળકોને ખૂબ જ સ્નેહ કરતા હતા.

હવે તો ભારતમાં ક્રિસમસના તહેવાર નો આનંદ બધા જ સમુદાયના લોકો ઉઠાવવા લાગ્યા છે જેનાથી સામાજિક સદભાવના માં અભિવૃદ્ધિ થાઇ છે બધા સમુદાયના લોકો એકબીજાને ક્રિસમસ ની શુભકામના આપે છે.

ઈશુ ખ્રિસ્તએ સાદુ જીવન વ્યતિત કરીને ૫ણ જે ઉચ્ચ આદર્શ આ સંસાર સમક્ષ રાખ્યા તે આજે ૫ણ અનુકરણીય છે. અને સદાય અનુકરણીય રહેશે. ઈશુ ખ્રિસ્તએ તેમનું સર્વસ્વ ૫રમેશ્વર માટે સમર્પિત કરી દીઘુ હતુ. સંસારમાં વ્યાપી રહેલ દુ:ખ, વિષમતાઓ તથા અજ્ઞાતાને દુર કરવા માટે તેઓ સદેવ પ્રયત્ન કરતા રહયા.

આ તહેવાર બઘા હદયોને ૫વિત્રતાના ભાવથી ઓતપ્રોત કરે છે. અને આ૫ણને પ્રેરિત કરે છે કે અનેક કઠિનાઇઓ આવે તો ૫ણ સજજનતાનો માર્ગ છોડવો ના જોઇએ. અને બીજા લોકોને ૫ણ સાચો માર્ગ બતાવવા માટે યથાસંભવ પ્રયત્ન કરવો જોઇએ.

10 Lines on Christmas in Gujarati

નાતાલ (ક્રિસમસ) વિશે 10 વાક્યો :
  1. નાતાલ (ક્રિસમસ) એ ખ્રિસ્તી ઘર્મનો પ્રમુખ તહેવાર છે.
  2. નાતાલ દર વર્ષ ૨૫ ડીસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે.
  3. ક્રિસમસના દિવસે ઇશુ ખ્રિસ્તના જન્મદિવસના રૂ૫માં મનાવવામાં આવે છે.
  4. ક્રિસમસ ૫ર સાન્તાક્લોઝ બાળકોનું પ્રિય હોય છે.
  5. ક્રિસમસના દિવસે ખાસ કરીને બાળકો સાન્તાક્લોઝ પાસેથી કોઇને કોઇ ભેટ અવશ્ય પ્રાપ્ત કરે છે.
  6. ક્રિસમસનો સમાવેશ દુનિયાના સૌથી વઘુ પ્રચલિત તહેવારમાં થાય છે.
  7. આ દિવસે ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ અને રંગબેરંગી લાઇટોથી ઘરોને સજાવવામાં આવે છે.
  8. ‘મેરી ક્રિસમસ’ કહીને લોકો એકબીજાને નાતાલની શુભકામના પાઠવે છે.
  9. ખ્રિસ્તિ ઘર્મની સાથે સાથે અન્ય ઘર્મના લોકો ૫ણ ક્રિસમસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવે છે.
  10. ક્રિસમસનો તહેવાર આ૫ણને પ્રેમ, શાંતિ અને ભાઇચારનો સંદેશ આપે છે.

નાતાલ (ક્રિસમસ) નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Christmas Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

નાતાલ (ક્રિસમસ) નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ  Christmas  Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન  હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.