શું તમે ગુજરાતીમાં ઉનાળાની બપોર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં ઉનાળાની બપોર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Unala ni Bapor Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.
ઉનાળાની બપોર વિશે નિબંધ
અહીં ગુજરાતી ઉનાળાની બપોર વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.
ઉનાળાની બપોર વિશે ગુજરાતીમાં નિબંધ
- પ્રસ્તાવના
- ઉનાળાની બપોરનું વાતાવરણ
- વાતાવરણની જનજીવન પર અસર અને ઉપાય
- ઉપસંહાર
ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. પછી ધીમેધીમે ગરમી વધતી જાય છે. સૂરજ માથા પર આવતાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જાણે આભમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે. રસ્તાઓ પર માણસોની અવરજવર પણ ઓછી થઈ જાય છે. લોકો ઘરમાં જ પુરાઈ રહે છે.
ઉનાળામાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. સવારે ધાબા પર, અગાસીમાં કે ખુલ્લામાં મીઠી નીંદર માણવાની ખૂબ મજા આવે છે. પરંતુ જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચે આવતો જાય છે તેમ તેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરના સમયે તો સૂર્ય જાણે અગનગોળા વરસાવતો હોય તેવી ગરમી પડે છે. ધરતીમાંથી ઊની ઊની વરાળો નીકળે છે. ધરતી રણ જેવી ભેંકાર લાગે છે.
જળાશયોનાં પાણી સુકાઈ જાય છે કે ઊંડાં જતાં રહે છે. ઊની ઊની લૂ વાય છે. આ લૂ ચામડીને દઝાડે છે. ક્યાંક વંટોળિયાને લીધે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. બપોરે બહાર ખુલ્લા પગે ચાલી શકાતું નથી કે ઉઘાડા માથે ફરી શકાતું નથી. એક કવિએ ઉનાળાની બપોરનું વર્ણન કરતાં ગાયું છે કે "સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીનાં જામ્યાં જોર. બળબળતા જામ્યા બપોર"
બપોરના આકરા તાપમાં કામ કરતાં થાકી જવાય છે અને પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેથી કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી. ખેડૂતો અને કારીગરો બપોરે તેમનું કામકાજ થંભાવી દે છે. પશુઓ, વટેમાર્ગુઓ અને ફેરિયાઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ માળામાં લપાઈ જાય છે. રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઘટી જાય છે.
લોકો ઘરમાં પંખા કે ઍરકન્ડિશનર ચાલુ કરીને તેની હવાથી રાહત મેળવે છે. કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે અને આઇસક્રીમ ખાય છે. શાળાઓ અને મહાશાળાઓમાં ઉનાળાની રજાઓ હોય છે. બાળકો ઘરમાં કૅરમ, ચૅસ કે પત્તાંની રમતો રમે છે. કેટલાક શ્રીમંતો આબુ, સિમલા જેવાં ગિરિમથકોએ હવા ખાવા જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ ઠંડા પાણી કે ઠંડી છાશની પરબો બેસાડીને સેવાનું કામ કરે છે.
ઉનાળાની બપોર પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે. પણ આ જ ઋતુમાં ગરમાળો ને ગુલમહોર જેવાં વૃક્ષો સોળે કળાએ ખીલી ઊઠે છે.

10 Lines on Unala ni Bapor in Gujarati
ઉનાળાની બપોર વિશે 10 વાક્યો :
- ઉનાળો એ વર્ષની સૌથી ગરમ મોસમ છે.
- ઉનાળામાં લાંબા, ગરમ દિવસો અને નાની રાત હોય છે.
- ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. પછી ધીમેધીમે ગરમી વધતી જાય છે.
- અસહ્ય ગરમી આપણને અસ્વસ્થ અને સુસ્ત બનાવે છે.
- આ સિઝનમાં હવામાન ગરમ, ભેજવાળું અને શુષ્ક હોય છે
- ઉનાળાની ઋતુ ભારતમાં સામાન્ય રીતે માર્ચ અને જૂન વચ્ચે ચાલે છે.
- ઉનાળાની ગરમીના દિવસોમાં આપણને ઉનાળાની રજાઓ મળે છે.
- ગરમીના દિવસોમાં આપણે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાં ખાઈએ છીએ.
- પરોઢ અને સૂર્યોદય વચ્ચેનો સમયગાળો એક સુંદર દૃશ્ય સર્જાય છે.
- બગીચાઓ, સાર્વજનિક ઉદ્યાનો અને શહેરના કેન્દ્રો સાંજના સમયે પ્રવૃત્તિ સાથે ગુંજી ઉઠે છે.
ઉનાળાની બપોર નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Unala ni Bapor Nibandh Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ઉનાળાની બપોર નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં ઉનાળાની બપોર વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં ઉનાળાની બપોર વિશે નિબંધ - Unala ni Bapor Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
- નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
- નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- મોંઘવારીનું વિષચક્ર નિબંધ
- ભ્રષ્ટાચાર નિબંધ
- દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ